Sakhadarshan

Shakha Darshan

બરોલીયા

શ્રી ગુરુ રામાનંદ સ્વામી ની પરંપરામાં અનંતાનંદજી ના શિષ્ય ક્રુષ્ણદાસજી પયહારી ગલતા ગાદી જયપુરમાં થયા. તેમનાં મુખ્ય ૨૪ શિષ્યો માં  મુખ્ય કિલ્હદાસજી ની  પરંપરામાં  જોગવાનજી સંત દ્વારા પ્રવર્તક થયા. જેથી જોગવાનજી  શિષ્ય પરંપરા ત્યારથી  જોગવાનજી દ્વારા થી ઓળખાય છે. જોગવાનજી મહારાજ ની પરંપરા માં તુલસીદાસજી– ->તેમના શિષ્ય રામકુબેરદાસજી —>તેમના શિષ્ય રામમનોહરદાસજી —>તેમના શિષ્ય શ્યામદાસજી —>તેમના શિષ્ય દયળદાસજી —>અને તેમના શિષ્ય રામદાસજી (શ્યામદાસજી) મહારાજે સૌરાષ્ટ્ર યાત્રા વખતે લીંબડી બાજુનાં બરોલ ગામે ગાદી સ્થપી અને તેમની પરંપરા નાં સંતો ત્યારથી બરોલીયા શાખાથી ઓળખાય છે. તેઓ જોગનજી દ્વારાનાં છે. અને વૈષ્ણવ છે.

આશાણી

શ્રી કુબાજી સંતની પરંપરા માં શ્રી કુબાજી ના શીષ્ય ગોપાલદાસજી, તેમના શીષ્ય શામદાસજી, તેમના શીષ્ય હિરદાસજી, તેમના શીષ્ય ચેતનદાસજી મહારાજ ના ત્રણ મુખ્ય શિષ્યો  (૧) શ્રી દેશળજી (૨) શ્રી આશરામજી (૩) શ્રી વાઘારામજી તે ત્રણે સંતો શાખા પ્રવર્તક થયા.શ્રી કુબાજી સંતની પરંપરા માં શ્રી ચેતનદાસજી મહારાજ ના બીજા સંત શ્રી આશારામજી મહારાજે અમરેલી બાજુમા ચીતલ ગામે ગાદી સ્થાપી અને તેમની પરંપરા ના સંતો ત્યારથી આશાણી શાખાથી ઓળખાય છે. દેશાણી, આશાણી, વાઘાણી આ સહુ સંતો કુબાવત દ્વાર ના છે અને રામવત વૈષ્ણવ છે

કબીર

શ્રી ગુરૂ રામાનંદ્જી એ દક્ષીણ ભારત એટલે કે દ્રવિડ દેશ ના ભક્તિ માર્ગ નો ફેલાવો ઉત્તર ભારત માં કર્યો. એ સમય માં વીદ્વતા સંસ્ક્રૂત ભષા ને જ વરેલી હતી. આવા સમય માં સંસ્કુત ભાષા ને પંડીતાઈ ને ફગાવી લોક્ભાષા માં ધર્મ નો પ્રચાર કર્યો. જ્ઞાતી અને જાતી ના ભેદભાવ ભુંસી નાખ્યા અને એક સામાજીક ક્રાંતી કરી.રોહીદાસજી કબીરજી વીગેરે ની વૈષ્ણવી દિક્ષા આપી સમાજેક ક્રાંતિ કરી. કબીરજી એ રામ રહીમ ની એકતા નો પયગામ ફેલાવ્યો. તેમના મુખ્ય શિષ્યો માં સુતગોપાલજી એ કાશી માં કબીર સંપ્રદાય સ્થાપ્યો.ધર્મદાસજી એ મધ્યપ્રદેશમાં બંશ ગાદી સ્થાપી.આ સિવાય નારણ્દાસજી,ભગોંદાસજી,સાહેબદાસજી, ટંકસારીજી, કમાલજી, ભગવાનદાસજી, જ્ઞાનદાસજી, વિગેરે મુખ્ય શિષ્યો હતા.તેમાં થી ઘણા શાખા પ્રવર્તાક અને સંપ્રદાય સ્થાપક હતા.રામ ક્બીર, હંસકબીર, સત્તકબીર , નામકબીર વિગેરે અનેક શાખા છે.આમ આપણા સાધુ સમાજ માં રામકબીર સંપ્રદાય ના સંતો કબીર સાધુ તરીકે ઓળખાય છે

કાપડી

ગુજરાત ની ભુમી પર સેવાનો ભેખ લઇ ઘણા સંતો થઇ ગયા જેમણે બીમાર, ગરીબ, પશુપંખી ની સેવા માં જીવન વીતાવી માનવતા નુ કાર્ય કરેલુ છે. આવાજ એક સંત શ્રી મેકણજી એ ગીરનારી સંતો ની આજ્ઞા થી ક્ચ્છ ના રણ પ્રદેશ માં પોતાનું સેવા કાર્ય વિસ્તાર્યું. અંહિ ગુરુ ગંગારાજા પાસેથી ઉપદેશ લીધો અને કાપડી પંથ ને વધુ પ્રકાશમાં લાવ્યા.શ્રી મેકણજી મહાન સમર્થ સંત હતા. જેથી તેમના કાપડી પંથ માં એક નવી શાખા શરું થઈ જે મેકાપંથી નામે ઓળખાય છે.કાપડી સંતો નું મુળ સ્થાન ક્ચ્છમાં રહેલું છે. શ્રી લક્ષમણજી થી કચ્છના આ પંથ ના આદિ પુરુષ શ્રી જસારાજા ને ભેખ મળેલો, તેમની પરંપરા માં શ્રી ગંગારાજા થયા અને તેમના શિષ્ય શ્રી મેકણજી મહાન સંત થયા. સંપ્રદાયો ના તાણા વાણા થી દુર રહી તેમણે તેમનું જીવન પ્રાણી માત્ર ની મહાન સેવા ના માર્ગે પુર્ણ કર્યુ. સવંત ૧૭૮૬ માં ધ્રંગલોડાઈ સ્થળે જીવતા સમાધી લિધી. તેમની સાથે ૧૧ ભક્તો એ પણ સમાધી લીધી. લાલદાસ અને મોતીરામ નામના પશુ એ પણ સમાધી લીધેલી. આજે પણ આ સ્થળે ૧૧ સમાધી ના દર્શન છે. આ પરંપરા માં સૌરાષ્ટ્ર ગુજરત માં કાપડી સંતો ના ઘણા સ્થાન આવેલા છે. તેમની શિષ્ય પરંપરા કાપડી શાખા થી ઓળખાય છે.

ગોંડલીયા

શ્રી લોહંગરી બાપુશ્રી ગુરૂ રામાનંદજી ના ૧૨ મુખ્ય શિષ્યો માં પ્રથમ શિષ્ય શ્રી અનંતાનંદજી ની પરંપરા માં તેમનાં જ શિષ્ય ક્રૂષ્ણદાસજી પયહારી કે જે પયહારીબાબા તરીકે ઓળખાય છે. તે ગલતાગાદી (જયપુર) માં થયા. પયહારી બાબા ના શિષ્ય સમુદાય માં મુખ્યત્વે કિલ્હદાસજી, અગ્રદાસજી વિગેરે ૨૪ સંતો હતા, જેમા કિલ્હદાસજી ના શિષ્યો  દેવમુરારી દ્વારા ના કહેવાય છે. શ્રી દેવમુરારીજી ના લોહંગજી નામના શિષ્યે પર્યટન માં વિચરતા ગોંડલ આવ્યા અને ત્યાં જગ્યા બાંધી તેમની પરંપરા ના સંતો ગોંડલીયા કહેવાયા.ગોંડલમાં ગુરૂ લોહંગજી મહારાજ કે જેમનું પુરું નામ શ્રી જીવણદાસજી લોહંગરી હતુંતેમના શીષ્ય પરિવાર માં શ્રી રાદાસજી નો પરિવાર ગોંડલ ના સ્થાન પર છે. મહાત્મા મુળદાસજી એ અમરેલી માં જગ્યા સ્થાપી. શ્રી નથુરામજી એ ખંભળિયા (શેલ) માં જગ્યા સ્થાપી. શ્રી ભાવદાસજી એ ધોલેરા માં જગ્યા સ્થાપેલ છે. આ સીવાય નારણદાસજી, અમરદાસજી, વાલદાસજી, રામદાસજી, ધ્યાનદાસજી વીગેરે ૨૬ સંતો  હતા જેમણે આ પરંપરા માં સૌરાષ્ટ્ર માં જુદા જુદા સ્થળે જગ્યા સ્થાપના કરેલી.આ પરંપરામાં પોતાનાં ગુરુસ્થાનો માં કર નૈવૈદ વિગેરે વિધિ થાય છે. પરંતુ આધ્યગુરૂ સ્થાન ગોંડલ મુકામે છે.શ્રી નારણદાસ બાપુ ની ખાંભી પર નૈવૈદ ધરવામાં આવે છે. આ નૈવૈદ માટૅ ની સામગ્રી ખરીદતી વખતે કે ધરતી વખતે કોઇ પણ પ્રકાર નો આભડછેટ ના લાગે તે વાત નું ધ્યાન રાખવું. નૈવૈદની સામગ્રી બને ત્યા સવાયી વજન માં લેવી. નૈવૈદ આપણી સગવડ પ્રમણે કરી શકાય.  સવાસો ગ્રામ પણ લઇ શકાય અને સવા કિલો પણ લઇ શકાય.નૈવૈદ ની યાદી

  1. ચોખા            —– સવા કિલો / અથવા સગવડ મુજબ ૧૨૫ ગ્રામ પણ લઈ શકાય
  2. ગોળ              —–સવા કિલો / અથવા સગવડ મુજબ ૧૨૫ ગ્રામ પણ લઈ શકાય
  3. સાકર           ——૫૦૦ ગ્રામ/અથવા સગવડ મુજબ ૧૨૫ ગ્રામ પણ લઈ શકાય
  4. ઘી               ——૫૦૦ ગ્રામ/અથવા સગવડ મુજબ ૧૨૫ ગ્રામ પણ લઈ શકાય
  5. અગરબત્તી ——-૧ પેકેટ
  6. લોબાન  ———-૧૨૫ ગ્રામ
  7. ગુગળ  ———–૧૨૫ ગ્રામ
  8. શ્રીફળ ————૩ નંગ
  9. સફેદ ધજા——–૧ મીટર કપડા ની
  10. સફેદ ધજા ——-૧/૨ (અડધો મીટર કપડા ની)
  11. લીલી ધજા——૧/૨ (અડધો મીટર કપડા ની)
  12. સીંદુર  ———-૨૫૦ ગ્રામ
  13. નારણદાસ બાપુ ને — ૧૧ રૂપીયાધરવા/અથવા સગવડ મુજબ
  14. લોહંગરી બાપુ ને —-    ૧૧ રૂપીયાધરવા/અથવા સગવડ મુજબ
  15. રામદેવજી બાપુ ને –    ૧૧ રૂપીયાધરવા/અથવા સગવડ મુજબ
  16. ફુલ હાર

ગોંડલીયા પરીવાર મા સૌ ના કૌટુંબિક કુળદેવી અલગ અલગ હોઇ શકે છે. જો કોઇ પોતાના કૌટુંબીક કુળદેવી ની માહીતી આપશે તો તે અંહી પ્રકાશીત કરીશુ

ચાંપબાઈ સાધુ

શ્રી ગુરુ રામાનંદ સ્વામીના સમર્થ શિષ્યઓ માં શ્રી કબીરજી ના એક શિષ્ય શ્રી પદ્મનાભજી હતા. શ્રી પદ્મનાભજી ના એક શિષ્ય શ્રી નિલકંઠ સ્વામી, તેમન શિષ્ય શ્રી રૂગનાથજી, તેમન શિષ્ય શ્રીયાદવદસજી અને તેમના શિષ્ય શ્રી ષટ્પ્રજ્ઞસ્વામિજી. તેમનો જન્મ સવંત ૧૬૬૮ માં થયેલો.એક માહિતી પ્રમાણે મહારાજા શ્રી યોગરાજસિંહ ને પાંચ પુત્રો હતા અને એક પુત્રી હતી પુત્રી નું નામ ચંપાબા હતું પાંચ પુત્રો નાં નામ હતા સામંતસિંહ, અમરસિંહ, અજયસિંહ, મંગળજી અને મેળાજી. તેમાં સામંતસિંહજી એ રામમંત્ર ની દિક્ષા લીધી અને તે  ષટપ્રજ્ઞસ્વામી તરીકે ઓળખાયા. અને તેમના બહેન ચંપાબા ચાંપબાઈ તરીકે ઓળખાયા.શ્રી ષટ્પ્રજ્ઞસ્વામિજી ના બહેન શ્રી ચાંપબાઇ બહેન મહાન રામભક્ત હતા. સહુ સંતો ની શુભેચ્છા થી તેમણે ચુલી ગામે આશ્રમ સ્થાપ્યો. તેમની શિષ્ય પરંપરા ના સંતો ત્યારથી ચાંપબાઇ બહેન ની શાખા થી ઓળખય છે. તેઓ પદ્મનાભ દ્વારાના છે અને (રામ કબીર) રામવત વૈશ્ણ્વ છે.બીજી એક માહિતી પ્રમાણે શ્રી ષટપ્રજ્ઞસ્વામીજી ફરતા ફરતા ચુલી ગામે આવ્યાં ત્યા ચંપાબાઈ નામે એક ક્ષત્રીયાણી રહેતા હતા. તેઓ સ્વામીજી ના દર્શને આવ્યા અને સ્વામીજી ને વીનંતી કરી કે મને રામ મંત્ર ની દીક્ષા આપો.આમ ચંપાબાઈ એ ચુલી મા આશ્રમ સ્થાપ્યો અને તેમના શીષ્યો ચાંપબાઈ સાધુ તરીકે ઓળખાયા. ચુલી ગામ ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર આવેલું છે.(કોઇ પાસે પ્રમાણભુત માહીતી હોય તો મોકલવા વિનંતી)શ્રી દેવીદાસ વીષ્ણૂદાસ ચાંપબાઈ પાસેથી મળેલી માહીતિ નીચે પ્રમણે છે.ક્ષત્રિય મંડલ ના મહારાજા યોગરાજ ઝાલા અને તેમના મહારાણી ગંગાદેવી ને ત્યાં પાંચ પુત્રો અને એક પુત્રી પુત્રો ના નામ સામંતસિંહ અમરસિંહ અજયસિંહ મંગલજી તથા મેલાજી. તથા તેમના પુત્રી નું નામ ચંપાબા.સામંતસિંહ નો જન્મ વીક્રમ સવંત ૧૬૬૮ ના અષાઢ સુદ ૧૫ ને ગુરૂવારે  અભિજિત નક્ષત્ર માં થયો હતો.એક દીવસ સામંતસિંહ અને અમરસિંહ શિકાર કરવા  જંગલ માં ગયા હતા. જિલ્કા સરોવર ના કિનારે એક અશ્રમ હતો. તે આશ્રમ માં યાદવ સ્વામી નામે એક મહાત્મા બીરાજમાન હતા. સામંતસિંહે એક હરણ નો શિકાર કરેલો તે હરણ ને યાદવસ્વમી મહાત્મા એ સજીવન કર્યુ. આ મહાત્મા ના સંસર્ગ મા આવતા બન્ને ભાઇઓ ને વૈરાગ્ય આવ્યો અને તેમણૅ મહાત્મા ની ક્ષમા માંગી અને પોતાના હથીયાર ત્યજી દીધા.મહાત્મા એ સામંતસિંહ નુ નામ ષ્ટાંગ સ્વામી અને  અમરસિંહ નું નામ અમરપ્રસાદ રાખ્યું.પછી બન્ને ભાઈઓ તીર્થ યાત્રા કરવા નીકળ્યા. તીર્થ યાત્રા કરી ને બન્ને ગુરુભાઈઓ ધ્રાંગધ્રાં તલુકા ના ચુલી ગામે આવ્યા.આતરફ મહાત્માજી ના ચમત્કાર તથા જ્ઞાન-વૈરાગ્ય ની વાત સાંભળી અને ચંપાબા મહાત્માજી ની મુલાકાતે આવ્યા.  તેમણે મહાત્માજી ને નમન કરીને કહ્યું કે અમે સંસાર ના દુઃખો થી ત્રાસી ને તમારા શરણે આવ્યા છીયે તો અમને ઉપદેશ આપો. મહાત્માજીએ ચંપાબા ને ગુરુ દિક્ષા માં રામ મંત્ર આપ્યો અને ચંપાબા નુ નામ ચાંપબાઈ રાખ્યું. આમ તેઓ સાધુ થઈગયા, થ્યા તેમણે બળદ વગરનું ગાડું ચલાવી અને પ્રથમ પરચો આપ્યો.અને આજ ધ્રાંગધ્રાં તલુકા ના ચુલી ગામમાં સમાધી  લીધી. તેઓ હાલમાં ત્યાં પુજાય છે અને ચાંપબાઇ કુટુંબ ના કુળદેવી તરીકે પણ પુજાય છે. ચાંપબાઈ અટક ધરાવતા સાધુ સમાજ ના લોકો ના કર તથા છેડા-છેડી ત્યાં જ છોડવા માં આવે છે.સામંતસિંહ (ષ્ટાંગ સ્વામી) ની સમાધી દુધરેજ મુકામે વડવાળા મંદીર માં આવેલી છે. અમરપ્રસાદ ની સમાધી સુરેન્દ્રનગર જિલ્લા ના ધ્રાંગધ્રાં તલુકા ના કંકાવટી ગામે છે નએ શ્રી ચાંપબાઈ માતાજી ની સમાધી ધ્રાંગધ્રાં તલુકા ના ચુલી ગામે આવેલી છે.ચાંપબાઇ પરિવાર ના વંશજો હાલ ચુલી તેમજ સુરેન્દ્રનગર જીલ્લા  ના હળવદ તલુકા ના દિઘડીયા તેમજ ખેતરડી, મુળી તલુકા ના આંબરડી ગામે વસવાટ કરે છે. આ સિવાય ઘણા પરીવારો છે તેમનો કોઇ સંપર્ક નથી. સાધુ સમાજ ના મોટા ભાગના લોકો ચાંપબાઈ શખા થી અજાણ છે. ઘણા ચાંપબાઈ સાધુ એ પોતાની અટક  સાધુ લખાવે છે અથવા તો બીજી શાખામાં ભળી ગયા છે.કોઇ પણ ચાંપબાઈ કુટુંબ ના સભ્યો હોય અને ચાંપબાઇકુટંબ થી દુર રહેતા હોય તેમણે શ્રી મનહરદાસ સિતારામભાઇ ચાંપબાઇ મોબાઈલ નંબર ૯૮૭૯૪ ૬૧૯૯૪ અથવા શ્રી દેવીદાસ વિષ્ણુદાસ ચાંપબાઈ મોબાઇલ નંબર ૯૯૭૮૮ ૧૬૮૬૯  નો સંપર્ક કરવો.આ માહિતી શ્રી દેવીદાસભાઈ વિષ્ણુદાસ ચાંપબાઈ તરફથી મળી છે. આ માહિતી મોકલવા માટે હું તેમનો ખુબ આભારી છુ

દાણીધારીયા

શ્રી ગુરુ રામાનંદ સ્વામી ના ૧૨ મુખ્ય શિષ્યો માં અનંતાનંદજી નાં શિષ્ય સમુદાયમાં ૭ મુખ્ય શિષ્યો તુંહિરામ શિષ્ય સમુદાય માં શ્રી નાથજી બાપું એ દાણીધાર માં ગાદી સ્થાપી. તે પરંપરાં નાં સંતો દાણીધારીયા શાખા થી ઓળખાયા. તેઓ તેનુજી દ્વારા ના છે અને રામાવત વૈષ્ણવ છે.સાધુ સમજમા દાણીધરીયા સમાજ માટે ગુરૂ સ્થાન દાણીધાર આવેલુ છે. આ દાણીધાર  ની જગ્યા કાલાવાડ થી ૧૪ કિલોમીટર દુર છે. તેની નજીક નુ ગામ ટોડા તથા બામણગામ છે.(ધોરાજી ઉપલેટા રોડ, કાલાવાડ તાલુકો)મુખ્ય સમધી શ્રી નાથજી બાપુ ની છે. શ્રી ગંગારામ બાપુ નો ધુણો તથા લાલીયા કુતરા ની સમાધી છે.નૈવૈદ નિચે પ્રમંણે છે.નૈવેદ ની વિગત નિચે પ્રમાણે છે. નૈવેદ ની વસ્તુ ખરીદતી વખતે અને નૈવેદ બનવતા કે ધરતી વખતે કોઇ આભડ્છેટ ના લાગે તે વાત નુ ધ્યાન રાખવુ. નૈવેદ ની સમગ્રી લીસ્ટ પ્રમાણે અથવા આપણી સગવડ પ્રમાણે ખરીદી શકાય.

  1. શ્રી નાથજી બાપુ ને —-ચોખા સવા કિલો
  2. શ્રી ગંગારામ બાપુ ને ધુણે —બાકળા (જુવાર અને અડદ ના દાણા બાફી ને કરવા) સવા કિલો
  3. લાલીયા કુતરાને — બાજરા નો રોટલો સવા પાંચ કિલો
  4. શ્રી હનુમાનજી મહારાજ ને — લાડવા સવા પાંચ કિલો
  5. શ્રી નાગબાપા ને– તલવટ સવા કિલો
  6. શ્રી ખોડીયાર મતાજી ને— લાપસી
  7. શ્રીફળ —————- ૫ નંગ
  8. ધજા ——————૫ નંગ (લાલ-૨, સફેદ – ૩ નંગ )
  9. જરુરિયાત પ્રમાણે ઘી તેલ શાકભાજી અને મસાલા

દુધરેજીયા

શ્રી વડવાળા મંદીરદુધરેજશ્રી ગુરુ રામાનંદ સ્વામીના સમર્થ શિષ્યઓ માં શ્રી કબીરજી ના એક શિષ્ય શ્રી પદ્મનાભજી હતા. શ્રી પદ્મનાભજી ના એક શિષ્ય શ્રી નિલકંઠ સ્વામી, તેમન શિષ્ય શ્રી રૂગનાથજી, તેમન શિષ્ય શ્રીયાદવદાસજી અને તેમના શિષ્ય શ્રી ષટ્પ્રજ્ઞસ્વામિજી. તેમનો જન્મ સવંત ૧૬૬૮ માં થયેલો.વીક્રમ સવંત ૧૬૬૮ ના અષાઢ માસ ની પુર્ણિમા અને ગુરૂવાર ના દીવસે  મહારાજા યોગરાજ ને ઘરે પુત્ર નો જન્મ થયો તેમનું નામ સામંતસિંહ રાખવા માં આવેલુ. તેમના માતા નું નામ મહારાણી ગંગાદેવી હતું. આ સામંતસિંહ એજ શ્રી ષટ્પ્રજ્ઞસ્વામીજી.
શ્રી ષટ્પ્રજ્ઞ સ્વામિજી મહા સમર્થ આચાર્ય થયા. સવંત ૧૫૯૫ માં દુધરેજ આશ્રમ ની સ્થાપના યોગીરાજ નિલકંઠ આચર્યે કરેલી. આ સમયે ગોંડ્લ મુકામે સવંત ૧૬૨૫ માં પોતે સ્થાપેલા આશ્રમ માં આચર્ય લોહંગજી વિધ્યમાન હતા. ગોંડલ અને દુધરેજ આ બન્ને આચાર્યો વચ્ચે અતિ હેત પ્રીત અને સ્નેહ નીકટ્ત્તમ ભાવના હતી. એમની યદગીરીરૂપે એકજ દાણની ચીરમાંથી બન્ને આચર્યો એ પોત્તપોતાના સ્થાન માં દાતણની એક એક ચીર રોપેલી આ બન્ને વટ્વ્રુક્ષો આજે પણ ગોંડલ અને દુધરેજ મા હસ્તિ ધરવે છે.શ્રી ષટ્પ્રજ્ઞ સ્વામી નો દુધરેજ ની આચર્ય ની ગાદી પર નો સમય ૧૬૯૦ થી ૧૭૮૬ એટલે કે ૯૬ વર્ષ સુધી નો હતો.શ્રી વડવાળા મંદીર સુરેન્દ્રનગર જીલ્લા ના વઢવાણ તાલુકા માં સુરેન્દ્રનગર થી પાંચ કીલોમીટર નાઅંતરે દુધરેજ ગામે આવેલું છે.આ મંદિરની દક્ષિણ દિશાને અડીને ષષ્ટ્પ્રજ્ઞસ્વામીજી થી આરંભ અત્યાર સુધીના આચાર્યશ્રીઓની ચમત્કારયુક્ત ગણાતી સમાધીઓ આવેલી છે.આજે પણ શ્રી  ષટપ્રજ્ઞસ્વામી  નો  બેરખો  દુધરેજ ની જગ્યા માં છે , જે બેરખા નો ઉપયોગ  સ્વામીજી મંત્ર જાપ કરવા માં કરતા હતા. આ બેરખા ને છાશ માં પલાળી ને તે છાશ ને ધુપ દઈ પિવડાવવા માં આવે તો  સાપ નુ અને હડકાયા કુતરા નુ ઝેર ઉતરી જાય છે.

દૅશાણી

શ્રી કુબાજી સંતની પરંપરા માં શ્રી કુબાજી ના શીષ્ય ગોપાલદાસજી, તેમના શીષ્ય શામદાસજી, તેમના શીષ્ય હિરદાસજી, તેમના શીષ્ય ચેતનદાસજી મહારાજ ના ત્રણ મુખ્ય શિષ્યો  (૧) શ્રી દેશળજી (૨) શ્રી આશરામજી (૩) શ્રી વાઘારામજી તે ત્રણે સંતો શાખા પ્રવર્તક થયા.સંત શ્રી દેશળજી જેમણે સવંત ૧૭૦૨ ની સાલ મા ગરણી ગામે ગાદી સ્થાપી.શ્રી દેશાણી,શ્રી વાઘાણી અને શ્રી આશાણી આ સહુ સંતો કુબાવત દ્વાર ના છે અને તેઓ રામાવત વૈષ્ણવ છે.શ્રી દેશળપીરબાપા ના કર તથ નૈવૈદ નિ યાદી

  1. ચોખા            :  સવા દસ શેર (અથવા સગવડ પ્રમાણે)
  2. તલ              :  સવાશેર  (વાસંગી બાપાના)
  3. ગોળ             :  અઢી કીલો  (અથવા જરુરિયાત પ્રમાણે)
  4. ઘી શુધ્ધ      :  ૧ કિલો અથવા જરુરીયાત મુજબ
  5. ધજા             :  ૨ નંગ સવા મીટર (૧) સફેદ (૨) લીલી
  6. શ્રીફળ          :   ૩ નંગ (૨ – દેશળબાપા માટે ૧- વાસંગીબાપા માટે)
  7. આગરબતી  :  ૧ પેકેટ
  8. સાકર           :  સવાશેર
  9. ગુગળ          :  સવાસો ગ્રામ  (ધુપ માટે)
  10. સીંદુર           :  ૫૦ ગ્રામ (વાસંગી બાપા માટે)
  11. શાકભાજી     :  જરુરીયાત મુજબ
  12. સવા અગિયાર રુપિયા પૂ. દેશળપીર બાપાના વાસંગી બાપાની ગાદીએ ધરવા
  13. જો કર હોય તો બાપુની સદર આપવી

શ્રી દેશળ પીરબાપુ ની જગ્યા,વયા બાબરા, જી. અમરેલી પીન-૩૬૫૪૨૧મુ. ગરણી

પરબીયા

પરબ ની જગ્યા એટલે આપણે સંત દેવીદાસ ની જગ્યા તરીકે ઓળખીયે છીયે. આ એક અતિ પ્રાચીન જગ્યા છે. ઋષિ શરભંગ પોતાની છેલ્લી અવસ્થા માં પોતાના રક્તપિત ના  દર્દમાં શાંતિ મેળવવા અંહિ આવી ને રહેલા. તેથી આ જગ્યા ઋષિશરભંગ ના ધુણા તરીકે પણ ઓળખાય છે.જેમ ગોંડલ અને દુધરેજ ની જગ્યા માં દાતણ ની ચીર માંથી પ્રગટેલ વટવ્રુક્ષો સંતો ની પ્રસાદી રૂપે  ઉભા છે તેમ અંહિ પરબ ધામ માં મક્કા મદીના થી લાવેલ આંબલી ના દાતણ ની પ્રસદી આજે પણ ઘેઘુર આંબલી નું વ્રુક્ષ રૂપે ઉભું છે.“સત્ત દેવીદાસ” શબ્દ થી દીન, ભુખ્યા, તરસ્યા, રક્તપીતીયા, કોઢીયા, તરછોડાયેલા અને નિરાધાર સૌ લોકો મટે અંહિ પરબ બંધાયેલુ છે. આ પરબ ના બંધનાર હતા સંત દેવીદાસ.સંત દેવીદાસજી એ શ્રી રામભારથી પાસેથી ઉપદેશ લિધો હતો. શ્રી લોહંગસ્વામીજી એ તેમને આદેશ  આપેલો કે વાવડી ગામ ની સીમ માં દત્તાત્રેય નો ધુણો છે અને સંત જસા વળદાન ની સમાધી છે ત્યાં  જઈ જગ્યા બાંધ અને જગત જેને પપિયા ગણી ફેંકી દે છે તેને રોટલો ખવડાવ અને તેમની સેવા કર.આમ શ્રી દેવીદાસજી એ ધર્મ ની ઈમારત ઊભી કરી. આમા શ્રી અમરબાઈમાં  તથા સાદુળભગત નો સાથ મળ્યો. માં ગંગાબાઈ જેવા સંત પણ અંહિ મહંત સ્થાને આવ્યા અને અનેક ભક્તો એ અંહિ દિક્ષા સ્વિકારી છે. આ પરંપરા અને પરીવાર ના સંતો પરબીયા શાખા થી ઓળખાય છે.

બરોલીયા

શ્રી ગુરુ રામાનંદ સ્વામી ની પરંપરામાં અનંતાનંદજી ના શિષ્ય ક્રુષ્ણદાસજી પયહારી ગલતા ગાદી જયપુરમાં થયા. તેમનાં મુખ્ય ૨૪ શિષ્યો માં  મુખ્ય કિલ્હદાસજી ની  પરંપરામાં  જોગવાનજી સંત દ્વારા પ્રવર્તક થયા. જેથી જોગવાનજી  શિષ્ય પરંપરા ત્યારથી  જોગવાનજી દ્વારા થી ઓળખાય છે. જોગવાનજી મહારાજ ની પરંપરા માં તુલસીદાસજી– ->તેમના શિષ્ય રામકુબેરદાસજી —>તેમના શિષ્ય રામમનોહરદાસજી —>તેમના શિષ્ય શ્યામદાસજી —>તેમના શિષ્ય દયળદાસજી —>અને તેમના શિષ્ય રામદાસજી (શ્યામદાસજી) મહારાજે સૌરાષ્ટ્ર યાત્રા વખતે લીંબડી બાજુનાં બરોલ ગામે ગાદી સ્થપી અને તેમની પરંપરા નાં સંતો ત્યારથી બરોલીયા શાખાથી ઓળખાય છે. તેઓ જોગનજી દ્વારાનાં છે. અને વૈષ્ણવ છે.

મેસવાણીયા

શ્રી ગુરુ રામાનંદજી ના સમર્થ શિષ્ય પીપાજીમહારાજ ની પરંપરામાં શ્રી પીપાજી મહારાજ પ્રથમ પુર્વાશ્રમ્મા તેઓ શક્તિ ઉપસક હતા. પછી તેઓ એ વૈષ્ણવી દીક્ષા લીધી. તેઓ સમર્થ સંતો માં ગણાય છે. તેઓ દ્વાર પ્રવર્તક સંત હતા. તેમની પરંપરા માં સંત પીપાજી ના શીષ્ય મુલકાદાસજી, તેમના શીષ્ય નરસંગદાસજી, તેમના શીષ્ય રામદાસજી, તેમના શીષ્ય ભગવાનદસજી, તેમના શીષ્ય ક્રુષ્ણદાસજી, તેમના શીષ્ય બાલકદાસજી જેવા સંત થયા.શ્રી બાલક્દાસજી મહરાજે સોરઠ માં મેસવાણા ગામે ગાદી શસ્થાપી. તેમની પરંપરામાં સંતો મેસવાણીયા શાખા થી ઓળખાય છે.
રાજસ્થાન ના ચિત્તોડગઢ ના ક્ષત્રિય રાજકુળ માં સવંત ૧૩૫૦ ના માગશર સુદ પુર્ણિમા ના રોજ એક તેજસ્વી રાજકુમાર નો જન્મ થયો. આ રાજકુમાર નું નામ બલભદ્રસિંહ રાખવા માં આવ્યુ હતુ.રાજકુમાર બલભદ્રસિંહ ની અંદર એક વૈરાગી જીવાત્મા હતો. તેથી પોતાનું વૈભવી રાજમહેલ નુ સુખ છોડી ગુરૂ ની શોધ માં ફરતા ફરતા કાશી પંહોચ્યા . કાશી માં શ્રી રામાનંદ્જી ની પરંપરા ના ગુરૂ શ્રી ક્રુષ્ણાસ્વામી ના દર્શન થયા. ગુરૂ શ્રી ક્રુષ્ણાસ્વામીજી એ બલભદ્રસિંહજી ને દીક્ષા આપી રામમંત્ર નો ઉપદેશ આપ્યો. શ્રી બલભદ્રસિંહજી ને ગુરુજી એ નવું નામ આપ્યુ શ્રી બાલક્સ્વામી, જેમને આપણે શ્રી બાલક્દાસ બાપુ તરીકે ઓળ્ખીયે છીયે.શ્રી બાલકસ્વામીજી કાશી માં યોગવીદ્યા તથા ધર્મશાસ્ત્ર નો અભ્યાસ પુર્ણ કરી ને ધર્મ પ્રચાર તથા પર્યટન કરવા નીકળ્યા. માનસરોવર તથા ઉત્તરભારત ની યાત્રા પુર્ણ કરી તેઓ ગીરનાર તરફ આવ્યા. ગીરનાર ના બીલીવન માં ૧૨ વરસ તપ કર્યુ. આ તપ થી પ્રસન્ન થઈ શ્રી દતાત્રેય ભગવાને દર્શન આપ્યા તથા આશીર્વાદ આપી આજ્ઞા આપી કે નોલી નદી ને કાંઠે લુપ્ત થયેલ મિહિર ઋષિ નો આશ્રમ ફરી આબાદ કરો. આમ શ્રી દતાત્રેય ભગવાન નો આદેશ લઈ શ્રી બાલકસ્વામીજી આજના જુનાગઢ જીલ્લાના કેશોદ તાલુકા ના મેસવાણ ગામે પધાર્યા.શ્રી બાલકસ્વામીજી એ સવંત ૧૪૦૦ ના પ્રથમ વર્ષ માં લુપ્ત થયેલો મિહિર ઋષિ ના આશ્રઅમ પુનઃ પ્રતિષ્ઠીત કર્યો અને ત્યાં મેસવાણ નામે ગામ વસાવ્યું. શ્રી બાલકસ્વામીજી એ સવંત ૧૪૧૧ ની સાલ માં પોતાનાં શિષ્યો ને આજ્ઞા આપી એક મોટા ભંડારા નું આયોજન કરવા કહ્યું. તેમાં હજારો સાધુ-સંતો ને બોલાવવામાં આવ્યા. આ સાધુસંતો ની હાજરી માં શ્રી બાલકસ્વામીજી એ એક કુંભાર બાળા તથા એક શ્વાન સાથે યોગ સમાધી લીધી. એવુ જાણવા મળે છે કે શ્રી બાલકસ્વામીજી એ અલગ અલગ છ જગ્યાએ યોગ સમાધી લિધેલ છે.તેઓ પીપાજી દ્વાર ના છે અને રામવત વૈષ્ણવ છે.શ્રી બાલકસ્વામીજી ની વીરક્ત શીષ્ય પરંપરા પછી ગુહસ્થ શીષ્ય પરંપરા હાલ ચાલુ છે. શ્રી બાલકસ્વામીજી ની પરંપરા ના સંતો મેસવાણીયા તરીકે ઓળખાય છે. મેસવાણીયા શાખા ના સંતો માટે નું આ ગુરૂસ્થાન છે

રવીભાણ 

સુરેન્દ્રનગર જીલ્લા ના વરાહી ગામ માં એક લુહાર રહેતા હતાં. તેમનું નામ ભાણા ભગત હતું. તેમને શ્રી ષટ્પ્રજ્ઞસ્વામીજી ની કીર્તી ની વાત સાંભળી ને તેમને મળવા નું મન થયું. તેઓ એક દીવસ ફરતા ફરતા દુધરેજ આવ્યા અને ષટ્પ્રજ્ઞસ્વામીજી ને સંદેશ મોક્લ્યો કે વારહી ગામ થી ભાણા ભગત આપના દર્શન કરવા આપને મળવા ની આજ્ઞા માંગે છે. પરંતુ સ્વામીજી એ આજ્ઞા ના આપી તેથી ભાણા ભગત દુધરેજ ના સરોવર કિનારે જઈ ભગવાન ની ભક્તિ કરવા બેસી ગયા. ત્રણ દિવસ  વિતતા શ્રી ષટ્પ્રજ્ઞસ્વામીજી ને ભગવાને સ્વપ્નમાં આવી કહ્યુ કે “વારાહી થી આવેલા ભણા ભગત ને આશ્રમ માં બોલાવો”  સવારે સ્વામીજી એ પોતાનાં શિષ્યને ભાણાભગત ને તેડવા મોકલ્યા. આમ મંડળી સહીત ભણાભગત આશ્રમ માં પધાર્યા. સત્સંગ થયો અને સ્વામીજી એ ભાણા ભગત ને રામ મંત્ર ની દિક્ષા આપી અને કહ્યું કે તમારી શિષ્યપરંપરા ”સાહેબ” તરીકે ઓળખાશે. આમ ભાણાભગત ભાણ સાહેબ તરીકે ઓળખાયા.શ્રી રામાનંદજી, શ્રી કબીરજી, શ્રી પદ્મ્નાભજી, શ્રી  ષટ્પ્રજ્ઞ સ્વામિ દ્વારા શ્રી ભાણદાસજી સાહેબ ને મંત્ર ઉપદેશ મળેલો અને આધ્ય રામકબીર સંપ્રદાય નો સિધ્ધંત આપી ને ”સાહેબ”  એવા નામ થી બોલાવ્યા અને કહ્યુ કે તમે પરમાત્મા પાસેથી ક્રુપા મેળવી છે. આજથી તમે સહેબ કહેવાશો અને તમારી પરંપરા સાહેબ થી ઓળખાશે.શ્રી ષટ્પ્રજ્ઞ સ્વામિ પાસેથી પરંપરા લઇ ને શ્રી ભાણદાસજી સાહેબે ગામ વરાહિ માં ગાદી સ્થાપી. તેમની તેમના પુત્ર ખીમ સાહેબ અને રવિ સાહેબ એમ બે પરંપરા શરુ થઇ. પરંતુ શ્રી રવિ સહેબ સમર્થ સંત હતા, જેથી શ્રી ખીમ સાહેબ તેમના શીષ્ય બની ગયા. આ સંપ્રદાય માં ભાણ સાહેબ પછી રવી   સાહેબે રાપર (કચ્છ)    વિગેરે સ્થળો એ સંસ્થા બાંધી છે.  શ્રી મોરાર સાહેબ વિગેરે સંતો દ્વારા આ સંપ્રદાય ખુબ વિકાસ પામ્યો છે. વરહિ – શેરખી – ખંભાળીયા – કમીજડા –  વડોદરા – રાપર – વાંકાનેર વગેરે સ્થળો આ પરંપરા નાં સંતો ત્યારથી રવીભણ શાખાથી ઓળખાય છે. તેઓ ભાણસહેબ દ્વારાનાં (રામકબીર) રામાવત વૈષ્ણવ છે.

રવિ-ભાણ સંપ્રદાયના અભ્યાસ માટે જરૂરી સાલવારી

ડો.નિરંજન રાજ્યગુરુ

ઈ.સ.૧૬૯૮,વિ.સં.૧૭પ૪ : ભાણસાહેબનો જન્મ. મહા સુદ તા.ર૧ ૦૧ ૧૬૯૮ મંગળવારે લોહાણા જ્ઞાતિમાં પિતા કલ્યાણજી ઠક્કર અને માતા અંબાબાઈને ત્યાં કનખિલોડ ગામે. વારાહીના વતની. વારાહી રાધનપુરથી૧૮ કિ.મી. સમાધિ ઈ.સ.૧૭પપ વિ.સં.૧૮૧૧.

ઈ.સ.૧૭૧૮,વિ.સં.૧૭૭૪ : ભીમસાહેબનો જન્મ ચૈત્ર સુદ ૯ ને બુધવારે આમરણ ગામે. બાવળફાડ અવટંકના ગરો બ્રાહ્મણ જ્ઞાતિમાં. રામનવમી ને શનિવાર.

ઈ.સ.૧૭૧૮,વિ.સં.૧૭૭૪ : પ્રીતમદાસનો જન્મ ચૂડા (રાણપુર) ગામે બારોટ જ્ઞાતિમાં પિતા પ્રતાપસિંહ અને માતા જેકુંવરબાઈને ત્યાં ચૂડાને ત્યાં રઘુનાથજીના મંદિરમાં ગુરુ ભાઈદાસજી પાસે રામાનંદી સાધુ તરીકે નાની ઉંમરમાં જ દીક્ષા લીધી અને ઈ.સ.૧૭૬૧ વિ.સં. ૧૮૧૭માં સંદેસર ગામે આવી નિવાસ કર્યો. અવસાન ઈ.સ.૧૭૯૮, વિ.સં.૧૮પ૪ વૈશાખ વદ ૧ર મંગળવાર.

ઈ.સ.૧૭૧૯, વિ.સં.૧૭૭પ : ત્રીકમસાહેબનો જન્મ રામવાવ (કચ્છ વાગડ) ગામે ગરોડા જ્ઞાતિમાં. અન્ય વિગત મુજબ વિ.સં.૧૭૮ર શ્રાવણ વદી ૮ સોમવાર તા.૦પ ૦૮ ૧૭ર૬.

ઈ.સ.૧૭ર૪,વિ.સં.૧૭૮૦ : ભાણસાહેબના વિવાહ આસો સુદ પ મંગળવારે વારાહી ગામે. મેઘજી ઠક્કરનાં દીકરી ભાણબાઈ સાથે તા.રર ૦૯ ૧૭ર૪ શુક્રવારે.

ઈ.સ.૧૭ર૭, વિ.સં.૧૭૮૩ : રવિસાહબનો જન્મ મહા સુદ ૧પ ગુરુવારે તા.૦૬ ૧ર ૧૭ર૭ વીસા શ્રીમાળી વણિક જ્ઞાતિમાં મંછારામ ઈચ્છાબાઈ ને ત્યાં અમોદ તાલુકાના તણછા ગામે.

ઈ.સ.૧૭ર૮,વિ.સં.૧૭૮૪ : આપા દાનાનો જન્મ એમના મોસાળ ગરમલી ગામે.

ઈ.સ.૧૭ર૯,વિ.સં.૧૭૮પ : ભાણ સાહેબ શેરખી ગામે જગ્યા બાંધી. ૩૧ વર્ષની ઉંમરે, પોતાના મોટાભાઈ શિષ્ય કાનદાસ તથા ભાભી કુંવરબાઈને શેરખીની જગ્યા સોંપી પોતે વારાહી ગામે રહ્યા. પ્રથમ શિષ્ય કુંવરજી… શેરખીની ગાદીએ ભાણ સાહેબ દેવ થયા પછી સં.૧૮૧૧માં રવિ સાહેબ બિરાજ્યા અને રાપરની ગાદીએ ગંગ સ્વામી તથા પાટણની ગાદીએ લાલ સ્વામી આવ્યા.

ઈ.સ.૧૭૩૦,વિ.સં.૧૭૮૬ : ષટ્રપ્રજ્ઞ સ્વામીનું નિર્વણ ચૈત્ર વદી અમાસ ૧૧૮ વર્ષનું આયુષ્ય ભોગવી. દૂધરેજની ગુરુ ગાદીએ લબ્ધરામજી આવ્યા. તા.૧૭ ૦૪ ૧૭૩૦.

ઈ.સ.૧૭૩૦,વિ.સં.૧૭૮૬ : કચ્છના સંતમેકરણ ડાડાએ અગિયાર ભક્તો સાથે જીવતાં સમાધિ લીધી. આસો સુદ ૧૪ શનિવાર. (૧) ગિરનારી સંત મયાગરજી (ર) માતા લીરબાઈ (૩) કાંધા આહીર (૪) વીઘા આહીર (પ) કાંથડ સુથાર (૬) સારસ્વત બ્રાહ્મણ પ્રેમજી ગણપત(ભૂજના) (૭) સાધુ સુંદરદાસજી (૮) ઠાકોર મોકાજી (બૈયાં) (૯) જાડા ખીંયરાંજી લેરિયા (૧૦) કડિયા કાનજી (નાગલપુર) (૧૧) પ્રેમાંબા, (તથા ગધેડો લાલિયો અને કૂતરો-મોતિયો પાછળથી (૧) હીરો / ગરવો હરિજન (લોડાઈમાં) (ર) વાઘોજી રામપોતરો (વિજયાસર) (અન્ય મત મુજબ વિ.સં.૧૭૮૬ ચૈત્ર વદી ૧૪ શનિવાર તા.૦૧ ૦૪ ૧૭૩૦)

ઈ.સ.૧૭૩૪,વિ.સં.૧૭૯૦ : ખીમસાહેબનો જન્મ શેરખી ગામે.

ઈ.સ.૧૭૪૧,વિ.સં.૧૭૯૭ : લાલ સાહેબ (રવિ સાહેબના શિષ્ય)નો જન્મ લોહાણા જ્ઞાતિમાં, પિતા મનહરદાસ અને માતા લક્ષ્મીબાઈને ત્યાં પાટણ ગામે.

ઈ.સ.૧૭૪૮,વિ.સં.૧૮૦૪ : રવિ સાહેબે ભાણ સાહેબ પાસે દીક્ષા લીધી. બંધારપાડા ગામે.

ઈ.સ.૧૭૪૯,વિ.સં.૧૮૦પ : કચ્છના રાવ દેશળજી દ્વારા કુમારશ્રી લખપતજીના આયોજનમાં ભુજમાં સવરામંડપ, વૈશાખ સુદી ૧ થી ૧૦ સુધી. જેમાં ભાણસાહેબ લબ્ધરામજીની વિનંતિથી પ્રતિનિધિ તરીકે ભુજ ગયેલા. શિલાલેખ નોંધ ‘પથિક’ ગુજ.ઈતિ.પરિષદ વિશેષાંક ઈ.સ.૧૯૭૪.

ઈ.સ.૧૭પ૦,વિ.સં.૧૮૦૬ : દાસી જીવણનો જન્મ. ઘોઘાવદર (તા.ગોંડલ) ગામે ચમાર જ્ઞાતિમાં જગા દાફડા અને માતા શામબાઈને ત્યાં. ત્યારે ભાણ સાહેબની ઉંમર પર વર્ષની, રવિની ર૩ વર્ષની, ભીમની ૩ર વર્ષની.

ઈ.સ.૧૭પર,વિ.સં.૧૮૦૮ : શેરખી ગામે રવિ સાહેબ દ્વારા ‘ગુરુ મહિમા’ ગ્રંથની રચના. જેઠ સુદ ૧૪ (૭૦ ચોપાઈ × ૧ર સાખીમાં – સાત વિશ્રામની રચના.)

ઈ.સ.૧૭પપ,વિ.સં.૧૮૧૧ : રવિ સાહેબ દ્વારા ‘બોધચિંતામણી’ રચના. મહા સુદ પ અથવા મહા વદ પ આમરણની હસ્તપ્રતમાં છે. દા.જી.ની રચનાઓ સાથે જેમાં ભાણ ગુરુની કૃપા થઈ એવો ઉલ્લેખ, એ પછી બે મહિને ભાણસાહેબ સમાધિ લીધી.

ઈ.સ.૧૭પપ,વિ.સં.૧૮૧૧ : ભાણ સાહેબે સમાધિ લીધી. કમીજલા તા.વિરમગામ ગામે ચૈત્ર સુદ – ૩ (રવિવાર ગુરુવાર તા. ૧૬ ૦૩ ૧૭પપ). પ૭ વર્ષની વયે.

ઈ.સ.૧૭પપ,વિ.સં.૧૮૧૧ : નથુરામે ત્રીકમ સાહેબ પાસે બોધ લીધો.

ઈ.સ.૧૭પ૮,વિ.સં.૧૮૧૪ : મોરાર સાહેબનો જન્મ. થરાદના માનસિંહજી વાઘેલા. અન્ય મત મુજબ (૧) વિ.સં.૧૭૭૪ ઈ.સ.૧૮૩૦ (ર) ઈ.સ.૧૭૬૧ વિ.સં.૧૮૧૭. દીક્ષા : ર૧ વર્ષની વયે ઈ.સ.૧૭૭૯ વિ.સં.૧૮૩પ. ‘ચિંતામણી’ રચના ૬૧ વર્ષે ઈ.સ.૧૮૧૯/વિ.સં.૧૮૭પ. અવસાન વિ.સં.૧૯૦પ ઈ.સ.૧૮૪૯ ચૈત્ર સુદ ર. (૯૧વર્ષનુંઆયુષ્ય.)

ઈ.સ.૧૭પ૮,વિ.સં.૧૮૧૪ : જીવા ભગત ખત્રીનો જન્મ ટંકારા ગામે.

ઈ.સ.૧૭પ૯,વિ.સં.૧૮૧પ : દૂધરેજ મહંત લબ્ધરામજીનું નિધન.

ઈ.સ.૧૭૬૩, વિ.સં.૧૮૧૯ : રવિ સાહેબ કૃત ‘બારમાસી’ રચના મહા સુદ ૧૧.

ઈ.સ.૧૭૬૪,વિ.સં.૧૮રર : રવિ સાહેબ કૃત ‘બોધ ચિંતામણી’ શેરખી ગામે વિ.સં.૧૮ર૦ આસો સુદ રચના પૂર્ણ કરી તા.૩૦-૦૯-૧૭૬૪ રવિવારે.

ઈ.સ.૧૭૬૬,વિ.સં.૧૮રર : સંદેસરમાં પ્રીતમદાસજી કૃત ‘કક્કા’ ચૈત્ર સુદ ૭ સોમવાર (અન્ય સંદર્ભ ઈ.સ.૧૭૭૬, વિ.સં.૧૮૩ર ચૈત્ર સુદ ૭ સાહિત્યકોશ મુજબ) અન્ય રચનાઓ (૧) ઈ.સ.૧૭૭૩/વિ.સં.૧૮ર૯ શ્રાવણ સુદ-૭ ‘જ્ઞાનમાસ’ (ર) ઈ.સ.૧૭૭પ/વિ.સં.૧૮૩૧ ‘સરસગીતા’ (૩) ઈ.સ.૧૭૮પ/વિ.સં.૧૮૪૧ ‘જ્ઞાન ગીતા’.

ઈ.સ.૧૭૬૮,વિ.સં.૧૮ર૪ : ખીમ સાહેબ કૃત ‘ચિંતામણી’ ચૈત્ર સુદ ૭ ગુરુવારે

તા.ર૪-૦૩-૧૭૬૮ (૬૭ કડીની રચના, ચાર સખી અને ૬૩ ચોપાઈ, દ્વારકા, ગોમતી, શંખોદ્ધાર, માધવપુરની યાત્રા વખતની રચના.) ગુ.સા.કોશ મુજબ ‘ચિંતામણી’ રચના ઈ.સ. ૧૭૭૦ વિ.સં.૧૮ર૬ ચૈત્ર સુદ ૭ ગુરુવાર.

ઈ.સ.૧૭૬૯,વિ.સં.૧૮રપ : પાળિયાદના આપા વિસામણનો જન્મ મહાસુદ પ તા.૧૩-૦ર-૧૭૬૯ સોમવાર.

ઈ.સ.૧૭૭૧,વિ.સં.૧૮ર૭ : રવિસાહેબકૃત ‘બારમાસી’ શ્રાવણસુદ ૧૧ તા.ર૦-૦૮-૧૭૭૧ મંગળવાર.

ઈ.સ.૧૭૭ર,વિ.સં.૧૮ર૮ : જામનગર મુકામે આણદાબાવાનું નિર્વાણ ૯૯ વર્ષની ઉંમરે.

ઈ.સ.૧૭૭ર,વિ.સં.૧૮ર૮ : રવિસાહેબ દ્વારા આઠ અધ્યાયમાં મનઃસંયમ ગ્રંથની બ્રહ્મપ્રકાશ ટીકા, મહા સુદી ૧૧ શનિવાર તા.૧પ-૦ર-૧૭૭ર શેરખી ગામે. કમીજલા હસ્તપ્રત નં.૧ પૃ.૧૦ર, હસ્તપ્રત લે.સં.૧૮૯૪ અષાડ સુદ ૧૦ સોમવારે મૂળપ્રત ઉપરથી બ્રાહ્મણગામ મધ્યે લહિયા અમથા બેચરદાસ દ્વારા.

ઈ.સ.૧૭૭૪,વિ.સં.૧૮૩૦ : શેરખી મુકામે જગજીવન કૃત ‘મણિ રત્નમાલા’ ગ્રંથની રચના વિ.સં. ૧૮૩૦. હસ્તપ્રત ખંભાલિડા.

ઈ.સ.૧૭૭પ,વિ.સં.૧૮૩૧ : ‘રવિરામગીતા’ સંસ્કૃત ગ્રંથની રચના, ચૈત્ર સુદ ૮ શનિવાર તા.૧પ-૦ર-૧૭૭ર શેરખી ગામે આપેલ ઉપદેશ. જેની ટીકા વિ.સં.૧૯૪૯ ચૈત્ર સુદ-૮ (પ્રકાશિત રાધિકાદાસજી દ્વારા થઈ છે. ૭ અધ્યાયમાં ‘શ્રી ધર્મોપ્રદેશ’ના નામે. શેરખી તા.વડોદરા પ્રકાશન વિજયાદશમી વિ.સં.૧૯૪૯.

ઈ.સ.૧૭૭૬,વિ.સં.૧૮૩ર : નથુરામ દ્વારા રાધનપુરમાં જગ્યા બાંધવામાં આવી. જેમણે ખીમ સાહેબ પાસે વિ.સં.૧૮૩૯માં દીક્ષા લીધેલી અને રાધનપુરમાં મંડપ કરેલો. અન્ય વિગત મુજબ વિ.સં.૧૮૪૦માં ત્રીકમ પાસે ખીમ સાહેબે નથુરામને ભેખ અપાવ્યો. બોધગુરુ ત્રીકમ, ભેખગુરુ, ખીમ સાહેબ.

ઈ.સ.૧૭૭૭,વિ.સં.૧૮૩૩ : ભીમદાસ કૃત ‘ભીમગીતા’ ૧રર છંદોમાં અપૂર્ણ ગ્રંથ હસ્તપ્રત ખંભાલિડા.

ઈ.સ.૧૭૭૯,વિ.સં.૧૮૩પ : મોરાર સાહેબ ર૧ વર્ષની વયે શેરખીમાં રવિ સાહેબ પાસે દીક્ષા લીધી.

ઈ.સ.૧૭૭૯,વિ.સં.૧૮૩પ : મૂળદાસજીએ અમરેલીમાં ૧ર૪ વર્ષની વયે સમાધિ લીધી.

ઈ.સ.૧૭૮૧,વિ.સં.૧૮૩૭ : ખીમસાહેબે રવિસાહેબની આજ્ઞાથી રાપર ‘દરિયા સ્થાન’માં જગ્યા બાંધી. ૪૭ વર્ષની ઉંમરે. અન્ય સંદર્ભ મુજબ ખીમ પુત્ર (રવિ શિષ્ય) ગંગારામે વારાહીનું પાણી અગરાજ કરી સં.૧૮૩૭માં દરિયા સ્થાન રાપરમાં નિવાસ કરેલો અને ખીમ પાછળથી રાપર આવેલા.

ઈ.સ.૧૭૮ર,વિ.સં.૧૮૩૮ : રવિ સાહેબ કૃત ‘રામગુંજાર ચિંતામણી’ જેઠ સુદ-૧૧ તા.ર૩-૦પ-૧૭૮ર પેટલાદ આવ્યા ત્યારે (હસ્તપ્રત કમીજલા લે.સં.૧૮૯૧ અષાડ વદી અમાસ, લહિયા-અમથા બેચરદાસ બ્રાહ્મણગામ.)

ઈ.સ.૧૭૮૩,વિ.સં.૧૮૩૯ : ખીમ સાહેબના શિષ્ય અને ત્રીકમ સાહેબના ભાણેજ નથુરામ દ્વારા ચૈત્ર સુદ ૧પ ના રોજ રાધનપુર મુકામે મંડપ. જેમાં ખીમ સાહેબ દ્વારા નથુરામને દીક્ષા. ત્રીકમ સાહેબની હાજરી, ત્રીકમ તથા ખીમસાહેબને પ૦ રૂપિયા પહેરામણી..

ઈ.સ.૧૭૮૪,વિ.સં.૧૮૪૦ : ભીમસાહેબ કૃત ‘ચિંતામણી’ ચૈત્ર સુદ ૮ મંગળવાર તા.૧૩-૦૪-૧૭૮૪ હસ્તપ્રત આમરણ.

ઈ.સ.૧૭૮૬,વિ.સં.૧૮૪ર : મોરાર સાહેબ દ્વારા ખંભાલિડા ગામે જગ્યાની સ્થાપના શિલાલેખ વિ.સં.૧૮૪૩ નો છે.

ઈ.સ.૧૭૮૯,વિ.સં.૧૮૪પ : લક્ષ્મી સાહેબની સમાધિ. (ત્રીકમ સાહેબના ભત્રીજા.) ચિત્રોડની ત્રીકમ સાહેબની જગ્યાના ગાદીપતિનું નિર્વાણ, વિ.સં.૧૮૪પ કારતક સુદ ૮ શુક્રવારે, ચિતોડમાં સમાધિ લીધી. ત્રીકમના અવસાન પહેલાં ત્રીકમ સાહેબની હાજરીમાં લક્ષ્મીસાહેબે મંડપ કરેર્લો.

ઈ.સ.૧૭૯ર,વિ.સં.૧૮૪૮ : પ્રેમસાહેબનો જન્મ, પોષ વદી બીજ. કોટડા સાંગાણી ગામે કડિયા જ્ઞાતિમાં. પિતા : પદમાજી, માતા : સુંદરબાઈ. એ વખતે દાસી જીવણની ઉમર ૪ર વર્ષની. દા.જી.ની સમાધિ પછી ૩૮ વર્ષ જીવ્યા. અવ. ઈ.સ.૧૮૬૩, વિ.સં.૧૯૧૯માં રાજકોટ ગામે..

ઈ.સ.૧૭૯ર,વિ.સં.૧૮૪૮ : ભીમસાહેબે શ્રાવણ સુદ ૧ ના દિવસે આરાધ કર્યો ને આમરણમાં દુષ્કાળ હોવા છતાં વરસાદ વરસ્યો.

ઈ.સ.૧૭૯૪,વિ.સં.૧૮પ૦ : લાલસાહેબ (રવિ શિષ્ય) દ્વારા પ૩ વર્ષની વયે ‘પ્રાણસાંકળી’ રચના વિ.સં.૧૮પ૦.

ઈ.સ.૧૭૯૮,વિ.સં.૧૮પ૪ : પ્રીતમદાસજીનું નિર્વાણ. વૈશાખ વદી ૧ર મંગળવાર, સંદેસર ગામે.

ઈ.સ.૧૭૯૯,વિ.સં.૧૮પપ : રવિસાહેબ દ્વારા ‘સિદ્ધાંત પ્રકાશ’ ગ્રંથની રચના પોષ સુદ ૧પ મંગળવાર તા.ર૧-૦૧-૧૭૯૯.

ઈ.સ.૧૮૦૦,વિ.સં.૧૮પ૬ : જલારામનો જન્મ. વિરપુર પાસેના ચરખડી ગામે, લોહાણા જ્ઞાતિમાં.

ઈ.સ.૧૮૦૧,વિ.સં.૧૮પ૭ : ધરમશી ભગત (મોરાર શિષ્ય)નો જન્મ જોડિયા, લોહાણા જ્ઞાતિમાં, (જે જલારામનો વેવાઈ હતા.)

ઈ.સ.૧૮૦૧,વિ.સં.૧૮પ૭ : સહજાનંદ સ્વામી નીલકંઠવર્ણી રૂપે સૌરાષ્ટ્રમાં આવ્યા.

ઈ.સ.૧૮૦૧,વિ.સં.૧૮પ૭ : ખીમસાહેબ સમાધિ રાપર દરિયાસ્થાનમાં ૬૭ વર્ષની વયે. ગંગારામ રાપરની ગાદીએ આવ્યા.

ઈ.સ.૧૮૦ર,વિ.સં.૧૮પ૮ : ત્રીકમસાહેબ-સમાધિ. દેહ ત્યાગ ચિત્રોડમાં-સમાધિ-રાપર. ત્રીકમની સમાધિ પછી ચિત્રોડમાં લક્ષ્મીસાહેબ ગાદીએ (અન્ય સંદર્ભે ત્રીકમ અવસાન વિ.સં.૧૮પ૭, ૭પ વર્ષની વયે ૧૬-૦૩-૧૮૦૧ ચૈત્ર સુદ-ર) (ર) સં.૧૮૯ર શ્રાવણવદી ૮ (૩) ચિત્રોડમંદિરના પગલાં ઉપર લેખ ૧૮૯૧ (૪) સં.૧૮૭પ.

ઈ.સ.૧૮૦૪,વિ.સં.૧૮૬૦ : રવિ સાહેબ સમાધિ ૭૭ વર્ષની વયે. વાંકાનેરમાં દેહત્યાગ. સમાધિ ખંભાલીડા ગામે. રવિ સમાધિ કારતક સુદ ૧૧ વિ.સં. ૧૮૬૦ (જીવાભગત કૃત ‘રવિપરચરી’ મુજબ રવિ સાહેબના શિષ્ય મહીકાંઠાના કાનજીભગતને ત્યાં રવિના આશીર્વાદે રામ કેશવ નામના બે પુત્રો. એક દીકરો રામ ગુરુચરણે સમર્પિત. જે રવિનો ઉત્તરાધિકારી બન્યો. રામને સં.૧૮૬૦ ઈ.સ.૧૮૦૪માં શેરખીની ગાદી સોંપી રવિસાહેબ સમાધિ લેવા ખંભાળિયા તરફ ગયા.

ઈ.સ.૧૮૦૬,વિ.સં.૧૮૬ર : ભીમસાહેબ કૃત ‘ગુરુ-શિષ્ય ગોષ્ઠી’ ગુરુમહિમા. ફાગણ માસની અમાસે તા.ર૦-૦૩-૧૮૦૬ ગુરુવાર ભવનાથને મેળે. હસ્તપ્રત આમરણ (એ જ હસ્તપ્રતમાં ખીમસાહેબ કૃત ‘ચિંતામણી’ની નકલ છે. હસ્તપ્રત લેખન ઈ.સ.૧૮૧પ/વિ.સં.૧૮૭૧)

ઈ.સ.૧૮૦૮,વિ.સં.૧૭૬૪ : પાળિયાદના આપા વિસામણની વિદાય માગશર સુદ ૭ મંગળવાર તા.૦પ-૦૧-૧૮૦૮.

ઈ.સ.૧૮૧૮,વિ.સં.૧૮૭૪ : રવિસાહેબ કૃત અંગ કવિત વગેરે રચનાઓની કમીજલા જગ્યામાં હસ્તપ્રત. લેખન ફાગણ વદી-૩ બુધવાર, લહિયા બ્રાહ્મણ ગોંવિંદરામ. સામરાઈ ગામે.

ઈ.સ.૧૮૧૯,વિ.સં.૧૮૭પ : મોરાર સાહેબ કૃત ‘ચિંતામણી’ ૬૧ વર્ષની વયે રચનાનું સર્જન.

ઈ.સ.૧૮રર,વિ.સં.૧૮૭૮ : ચલાલાના આપા દાનાનું અવસાન પોષ સુદ ૧૧ શનિવાર તા.૧૯-૦૧-૧૮રર.

ઈ.સ.૧૮ર૪,વિ.સં.૧૮૮૦ : ગારિયાધારના વાલમરામ ભોજાભગતના શિષ્ય જન્મ જેઠ સુદ ર તા.ર૮ ૦૬ ૧૮ર૪ કાંત્રોડિયા કણબી જ્ઞાતિમાં. પિતા લવજી નારાયણ, માતા જબાઈ.

ઈ.સ.૧૮ર૪,વિ.સં.૧૮૮૦ : નારાયણદાસજીનો જન્મ. કનેસરા ગામે. અવસાન ઈ.સ.૧૯૦૧.

ઈ.સ.૧૮રપ,વિ.સં.૧૮૮૧ : ભીમસાહેબે આમરણમાં સમાધિ લીધી. ચૈત્ર વદી-૧૩ બુધવાર તા.૧૭ ૩ ૧૮રપ.

ઈ.સ.૧૮રપ,વિ.સં.૧૮૮૧ : દાસી જીવણે સમાધિ લીધી. આસો વદી અમાસ દીવાળીના દિવસે. તા.૧૦-૧૧-૧૮રપ. ૭પ વર્ષની ઉંમરે. ઘોઘાવદરમાં. ગુરુ ભીમસાહેબની વિદાય પછી છ મહિને.

ઈ.સ.૧૮ર૬,વિ.સં.૧૮૮ર : વિશ્રામસાહેબનો જન્મ. કોટડાસાંગાણી ગામે, પ્રેમસાહેબને ત્યાં, માતા : મલુબાઈ.

ઈ.સ.૧૮ર૭,વિ.સં.૧૮૮૩ : ગંગારામ/ગંગસાહેબ સમાધિ. (મોરાર સાહેબની હાજરીમાં) ખીમ પુત્ર/રવિ શિષ્ય ગંગારામ જે વિ.સં.૧૮પ૭માં ખીમની સમાધિ પછી રાપરની ગાદીએ આવેલા. ગંગારામે પોતાના ભાઈ મલુકદાસ અંજાર ના પૌત્ર સુંદરદાસને ગાદી વારસ બનાવેલા. આ સુંદરદાસજીએ રવિ સાહેબ સાથે તીર્થયાત્રાઓ કરેલી. અને મોરારસાહેબના કહેવાથી ‘ભાણ પરચરી’ના છેલ્લા ચાર વિશ્રામ ‘રવિ ચરિત્ર’ના સુંદરદાસજીએ લખેલા.

ઈ.સ.૧૮૩૩,વિ.સં.૧૮૮૯ : લાલ સાહેબ રવિ શિષ્ય ની સમાધિ. પાટણ મુકામે ૯ર વર્ષે.

ઈ.સ.૧૮૩પ,વિ.સં.૧૮૯૧ : વીરપુરના સંત જલારામનું અવસાન.૩પ વર્ષની વયે.

ઈ.સ.૧૮૩૯,વિ.સં.૧૮૯પ : જસુરામ કૃત ‘રાજનીતિ’ કૃતિની નકલ સાધુ દુર્લભરામ – (મોરાર શિષ્ય) માટે. અડવાણા/મકવાણા ગામે ભાણજી દેવજીએ પ્રત લખી. માગશર વદી-૧૪ એ જ હસ્તપ્રતમાં દુર્લભરામ કૃત ગુરુ વંશાવળી છે. હસ્તપ્રત ખંભાલીડા જગ્યામાં.

ઈ.સ.૧૮૪૮,વિ.સં.૧૯૦૪ : જામનગર મુકામે જામ રણમલ દ્વારા મંડપ.

ઈ.સ.૧૮૪૯,વિ.સં.૧૯૦પ : હોથી – (મોરાર શિષ્ય)નું અવસાન.

ઈ.સ.૧૮૪૯,વિ.સં.૧૯૦પ : મોરાર સાહેબ દ્વારા જીવતાં સમાધિ ૯૧ વર્ષની વયે ચૈત્ર સુદ ર

ઈ.સ.૧૮પ૦,વિ.સં.૧૯૦૬ : સાધુ ચરણદાસજીએ ‘સુંદર વિલાસ’ ગ્રંથની નકલ કરાવી. લી.સાધુ ગોંવિદરામ ગંગારામ. અષાઢ સુદ-૧૧.

ઈ.સ.૧૮પ૧,વિ.સં.૧૯૦૭ : ધરમશીભગત (મોરાર શિષ્ય-જલારામના વેવાઈ) જોડિયા ગામે પ૦ વર્ષની વયે નિર્વાણ.

ઈ.સ.૧૮પ૩,વિ.સં.૧૯૦૯ : પરશોતમદાસજી (ખીમ સાહેબના પૌત્ર અને મલુકદાસજીના પુત્ર) નું અવસાન. ખીમ સાહેબના બે પુત્રો ગંગારામ અને મલુકદાસ (અંજાર). મલુકદાસના બે પુત્રો કેશવ અને પરશોતમ… કેશવદાસના પુત્ર સુંદરદાસજી જે રાપરની જગ્યામાં ગંગારામ પછી ગાદીપતિ થયેલા.

ઈ.સ.૧૮પ૩,વિ.સં.૧૯૦૯ : નથુરામે રાધનપુર મધ્યે ચમારવાસમાં દેહ છોડયો. મહા શુકલ પક્ષે, હીજરી સં.૧ર૬૮. (સં.૧૯૦૮માં કારતક વદી ૮ ને ગુરૂવાર તા.૧૮-૧૧-૧૯પરના દિવસે રાધનપુર નવાબ જોરાવરખાન પાસે જગ્યામાં સમાધિ લેવા હૂકમ મેળવેલો. અને તે બદલ રૂ.૩૦૧ રાજને કર પેટે ભરેલા. જેની નોંધ નથુરામની જગ્યા રાધનપુરની હસ્તપ્રતમાં છે. નથુરામના શિષ્ય નરભેદાસ.)

ઈ.સ.૧૮૬૬,વિ.સં.૧૯રર : થાનગઢ અક્કલદાસનો જન્મ. મહા સુદ ૧પ અથવા માગશર સુદ-૧પ.

ઈ.સ.૧૮૭૦,વિ.સં.૧૯ર૬ : વાલમરામે ગારિયાધારમાં અન્ન ક્ષેત્ર ખોલ્યું.

ઈ.સ.૧૮૭૪,વિ.સં.૧૯૩૦ : ‘મોરાર પરચરી’ ની રચના જીવાભગત ખત્રી દ્વારા ફાગણ સુદ ૧૩ સોમવારે.

ઇ.સ.૧૮૭પ,વિ.સં.૧૯૩૧ : સુંદરદાસજીનું અવસાન. વિ.સં.૧૯૩૧ અષાડ વદી આઠમના રોજ થયું. જેમણે મોરાર સાહેબની આજ્ઞાથી ‘ભાણપરચરિ’ ના છેલ્લા ચાર વિશ્રામ રવિ ચરિત્ર ના લખેલા.

ઈ.સ.૧૮૭૭,વિ.સં.૧૯૩૩ : વિશ્રામસાહેબ નિર્વાણ. માગશર સુદ બીજ શુક્રવાર, રાજકોટ. સમાધિસ્થાન કોટડાસાંગાણી.

ઈ.સ.૧૮૭૮,વિ.સં.૧૯૩૪ : મોરારશિષ્ય જીવાભગત ખત્રી ટંકારાવાળા કૃત ‘ગુરુમહિમા’ અષાડ સુદ ર ગુરુવાર દસ દુહા ને ચોપાઈ રચના.

ઈ.સ.૧૮૮૬,વિ.સં.૧૯૪ર : વાલમરામે વૈશાખ સુદ પ તા.૦૮-૦પ-૧૮૮૬ના દિવસે ૬ર વર્ષની ઉંમરે ગારિયાધારમાં સમાધિ લીધી.

ઈ.સ.૧૮૯૪,વિ.સં.૧૯પ૦ : ટંકારા ગામે જીવાભગત ખત્રીની સમાધિ. ફાગણ સુદ ૯.

રામદેવપુત્રા

રામદેવપુત્રા શાખા નું મુળસ્થાન રાજસ્થાન માં આવેલું છે. જેમને ભગવાન નો અવતાર માનવામાં આવે છે તેઓ શ્રી રામદેવજી મહારાજ ની ભક્તિ પરંપરા માં શ્રી શ્યામદાસજી મહારાજ મહા સમર્થ સંત થઇ ગયા. ભક્તિ પ્રચાર અને તિર્થયાત્રા માટે તેઓ સૌરાષ્ટ્ર પધારેલા અને ભક્તો ના આગ્રહ થી ધંધુકા બાજુમાં રંગપુર ગામે ગાદી સ્થાપી. તેમની શિષ્યપરંપરા ના સંતોએ પણ ઘણી જગ્યાએ આશ્રમ સ્થાપેલ છે. આ પરંપરા મારવાડી ભાષા ના શબ્દ  “રામદેવ પોતરા” ઉપર થી આજે શબ્દ બદલાઇ ને રામદેપૂત્રા તરીકે ઓળખાઇ રહી છે.

રામસ્નેહી 

શ્રી રામાનંદ આચાર્ય ની પરંપરા માં રાજસ્થાન માં સંતો ના ૪ સંપ્રદાયો મુખ્યત્વે વિકાસ પામ્યા હતા. (૧) દાદુ પંથી (૨) નિરંજની (૩) રામસ્નેહિ – શાહપુર શાખા (૪) રામસ્નેહિ – સિંહલ શાખા.આમાં દાદુપંથી કબીરજી ના પુત્ર કમાલ ના શિષ્ય દાદુ થી વીસ્તાર પામી હતી. નીરંજન શાખા ના પ્રવર્તક સંત હરીદાસજી સોળમી સદી ના મધ્ય થી સત્તરમી સદીના મધ્ય સુધી ના સમયમાં થયેલ, જેમની મુખ્ય શાખા જોધપુર માં છે.રામસ્નેહી શાખા શાહ્પુર ના પ્રવર્તક શ્રી રામચણદાસજી નો જન્મ સવંત ૧૭૭૬ અને નીર્વાણ ૧૮૫૫ ની સાલ માં થયેલ તેમના ૨૨૫ જેટલા સમર્થ શીષ્યો હતા. વૈષ્ણવાચાર્ય શ્રી રામક્રુષ્ણ્દાસજી પાસેથી તેમણે વૈષ્ણવી દીક્ષા  લિધી હતી. સવંત ૧૮૦૮ માં એક ગુફા માં પચીસ વર્ષ સુધી તપ- ભજન કરેલ અને તપ માં થી બહાર આવ્યા ત્યારે શાહપુર નરેશ તેમને શાહપુર તેડી ગયા અને ત્યાં સ્થાન બંધ્યુ અને રામસ્નેહિ સંપ્રદાય ની સ્થાપના કરી.રામસ્નેહિ શાખા સિંથલ નાં મુખ્ય પ્રવર્તક સંત શ્રી હરિરમજી બીકાનેર બાજુમાં સિંહથલ ગામે થયા વૈષ્ણ્વાચર્ય શ્રી જૈમલદાસજી પાસેથી વૈષ્ણવી દીક્ષા સવંત ૧૭૦૦ માં લીધી અને ૧૮૩૫ માં નેર્વાણ પામ્યા. તેમણે રામસ્નેહિ સંપ્રદાય ની બીજી શાખા સિંહથલ માં સ્થાપી.ઉપરોક્ત બંને રામસ્નેહિ શાખાના અત્યારે ગુજરાત, રાજસ્થાન, અને મધ્યપ્રદેશ માં ઘણાં સ્થાન આવેલાં છે.રામસ્નેહિ સંપ્રદાય ની બન્ને શખાઓ ના સંતો રામસ્નેહિ શાખા થી ઓળખાય છે. તેઓ રામસ્નેહિ સંપ્રદાય ના રામાવત વૈષ્ણ્વ છે.

વાઘાણી 

શ્રી કુબાજી સંતની પરંપરા મા શ્રી કુબાજી ના શીષ્ય ગોપાલદાસજી, તેમના શીષ્ય શામદાસજી, તેમના શીષ્ય હિરદાસજી, તેમના શીષ્ય ચેતનદાસજી મહારાજ ના ત્રણ મુખ્ય શિષ્યો  (૧) શ્રી દેશળજી (૨) શ્રી આશરામજી (૩) શ્રી વાઘારામજી તે ત્રણે સંતો શાખા પ્રવર્તક થયા.શ્રી કુબાજી સંતની પરંપરા માં શ્રી ચેતનદાસજી મહારાજ ના ત્રીજા સંત શ્રી વાઘારામજી મહારાજે દડવા ગામે ગાદી સ્થાપી અને તેમની પરંપરા ના સંતો ત્યારથી વાઘાણી શાખાથી ઓળખાય છે. દેશાણી, આશાણી, વાઘાણી આ સહુ સંતો કુબાવત દ્વાર ના છે અને રામવત વૈષ્ણવ છે.

સરપદડીયા

શ્રી ગુરુ રામાનંદ સ્વામી ની પરંપરામાં અનંતાનંદજી ના શિષ્ય ક્રુષ્ણદાસજી પયહારી ગલતા ગાદી જયપુરમાં થયા. તેમનાં મુખ્ય ૨૪ શિષ્યો માં નારાયણદાસજી આધ્યાત્મિક થયા. નારાયણદાસજી મહાન સંત હતા. તેમની શિષ્ય પરંપરા નારાયણદાસ આધ્યાત્મિક દ્વારા થી ઓલખાય છે.તેમના શિષ્ય દયાળદાસજી–>તેમના શિષ્ય લક્ષમીદાસજી—>તેમના શિષ્ય શ્રી હરિદાસજી હતા. આ સંત શ્રી હરિદાસજી એ સરપદડ ગામે ગાદી સ્થાપી. તેમની પરંપરા ના સંતો ત્યારથી સરપદડીયા શાખા થી ઓળખાય છે. તેઓ આધ્યાત્મિક નારણદાસજી દ્વારાના છે. અને રામાવત વૈષ્ણવ છે.

હરીયાણી

શ્રી ધ્યાનદાસજી બાપુ ની સમાધિસર્વપ્રથમ શ્રીમન્નારાયણ ની ઉપદેશ પરંપરામાં હંસ ભગવાન પછી સનકાદિ અને પછી નારદ મુનિ. નારદ મુનિ થી આચાર્ય નીંબાર્ક ને ઉપદેશ મળ્યો તેમ કહેવાય છે.દક્ષીણ ભારતમાં ગોદાવરી નદી ના કિનારે વૈદુર્યટણ ની બાજુમાં અરુણાશ્રમ સ્થાન એ તેમનું જન્મ સ્થાન છે. પાંચ વર્ષ ની ઉંમરે શ્રી નિંબાર્ક સ્વામિ ના ઉપવિત પ્રસંગમાં દેવર્ષિ નારદ મુનિ એ ઉપસ્થિત થઇ તેમને પ્રેરણા આપી અને ગોપાલ મંત્ર ની દીક્ષા આપી તથા ક્રુષ્ણ ઉપાસના આપી. શ્રી નારદ મુનિએ સનકાદિ પાસેથી મેળવેલું જ્ઞાન તેમને આપ્યું આથી સનકાદિ  સંપ્રદાય કહેવાય છે. યમુના કિનારે ટંટીસ્થાનં વિશ્રામઘાટ ધ્રુવક્ષેત્ર (મથુરામાં) સામે કિનારે તેમનું ગાદી સ્થાન છે. આ સંપ્રદાયના ૧૨ દ્વારા છે.શ્રી નિમ્બાર્ક સ્વામિ  મહા સમર્થ આચાર્ય  સનકાદિ સંપ્રદાય તેમનાં નામે નિમ્બાર્ક સંપ્રદાય કહેવાયો. નિમ્બાર્ક ની પરંપરામાં આચાર્ય દેવાચાર્ય તથા તેમના બે મુખ્ય શિષ્યો હતાં (૧) સુંદરભટ્ટાચાર્યજી  (૨) વ્રૂજભુષણ દેવાચાર્યજી  આ વ્રૂજભુષણ દેવાચાર્યજી ની પરંપરામાં રસીકદેવજી અને હરિદાસજી સંતો થયા. તેમનાં સ્થાન વ્રુંદાવન આજુબાજુ માં પરિક્રમા રસ્તા પર આવેલાં છે.હવે શ્રી સુંદર્ભટ્ટ ની પરંપરા જોઇએ તો તેમના થી સોળમા આચાર્ય  કેશવભટ્ટજી, તેમના શિષ્ય શ્રીભટ્ટજી અને તેમનાં મુખ્ય શિષ્ય હરિબ્યાસી હતાં તેમનો જન્મ સવંત ૧૩૦૦ લગભગ છે. તેઓ દ્વારા પ્રવર્તક આચાર્ય હોવાથી તેમની પરંપરા ના સંતો હરિબ્યાસી સંતો તરીકે ઓળખાયા.આ સંપ્રદાયમાં ધ્યાનદાસજી આચાર્ય (જેમને આપણે ધ્યાનસ્વામી બાપુ તરિકે ઓળખીયે છીયે)નામનાં સંત સૌરાષ્ટ્રમાં  આવેલા તેઓ ધર્મ પ્રચાર માટે ફરતાં ફરતાં સાવરકુંડલા તાલુકા ના સેંજળ મુકામે જગ્યા સ્થાપી વસેલા ત્યાં તેઓએ જીવતા સમાધિ લીધી છે. ગ્રુહસ્થી હરિયાણી સંતો ના પરીવારજનો સેંજળ મુકામે શ્રી ધ્યાનદાસજી બાપું ની સમાધિએ કર, નૈવૈદ વિગેરે ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *